Archive for the ‘કાવ્ય’ Category
તમે યાદ આવ્યા !!!!!!!
Thursday, November 15th, 2007પરોઢના પ્રકાશની નજાકત જોઈને તમે યાદ આવ્યા,
પ્રકાશના લાલ કીરણની ટશર જોઈને તમે યાદ આવ્યા,
કીરણના શેરમાંથી નીકળતી ધટમાળ જોઈને તમે યાદ આવ્યા,
શેરનાં સ્પન્દનો અને શબ્દોના ભાવ જોઈને તમે યાદ આવ્યા,
શબ્દોના સાથિયા અને સાથિયાના રંગ જોઈને તમે યાદ આવ્યા,
સાથિયાના ભાવ, ભાત અને ભપકો જોઈને તમે યાદ આવ્યા,
આવાજ શમણામાં એક શમણુ પુરુ થયુ અને તમે યાદ આવ્યા,
યાદમાં યાદ રહી ,ફરિયાદ રહી અને તમે યાદ આવ્યા,
ક્યાંથી હોય?
Sunday, October 7th, 2007વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ , સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના , દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં , સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં , રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં , વિદ્યા ક્યાંથી હોય
ભોજન થયા ડાલડાનાં , તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં , સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો , દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના , ભગવાન ક્યાંથી હોય ?
