Archive for the ‘કાવ્ય’ Category

સંગીત

Monday, January 24th, 2011


સંગીત એ જીવનનો ધબકાર છે
સંગીત એ સૂર ની સાધના છે
સંગીત એ ફૂલની નજાકત છે
સંગીત એ મનની કળા છે
સંગીત એ દિલના સ્પંદનો છે
સંગીત એ શમણા ની સરિતા છે
સંગીત એ ભાવનાનું મંદિર છે
સંગીત એ પ્રભુ સાથેની ભાષા છે

લગ્ન એ

Monday, January 24th, 2011

લગ્ન એ બે ફૂલ અને  એક સુગંધની વાત છે
લગ્ન એ બે નયન  અને  એક નજરની  વાત છે
 લગ્ન એ બે કર   અને  એક કારજની  વાત છે 
લગ્ન એ બે પગદંડી   અને  એક પથની  વાત છે 
લગ્ન એ બે નીંદર   અને  એક સપનાની  વાત છે 
લગ્ન એ બે સાધના અને  એક સિદ્ધિની   વાત છે
લગ્ન એ બે મન અને  એક વિચારની     વાત છે
લગ્ન એ બે પ્યાદા અને  એક રમતની   વાત છે
લગ્ન એ બે કંઠ અને  એક સૂરની   વાત છે
લગ્ન એ બે જીવ અને એક  જીવનની   વાત છે 
લગ્ન એ બે કલ્પના અને  એક કળાની   વાત છે
લગ્ન એ કવિ,કવિયેત્રી અને એક કવિતાની વાત છે

કાલની પ્રભાત

Saturday, January 1st, 2011

કાલની પ્રભાત એક નવો દિવસ લાવશે,
કાલની પ્રભાત એક નવો  વિચાર લાવશે
કાલની પ્રભાત એક નવો  આચાર લાવશે,
કાલની પ્રભાત એક નવો  અરમાન લાવશે
કાલની પ્રભાત એક નવો  વિશ્વાસ  લાવશે,
કાલની પ્રભાત એક નવો  તખ્તો લાવશે
 કાલની પ્રભાત એક નવો  સૂર  લાવશે
કાલની પ્રભાત એક નવો ઈશ્ક લાવશે

ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ

Tuesday, December 14th, 2010

ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ
હેમંતની હેમંતમા પૂર્ણતા સજાવવા , ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
વિશ્વાદિપના દીપની જ્વલંત રેખામા, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
દીપકના શમણાના ગીતો ગાવામાં, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
વિજયના વિચારોમાં વિજય પામવામાં, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
દેવીકાની દિશા અને રાહુલની રમઝટમા, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
અશોકના એજ ચક્ક્રની રહોબરીમાં,  ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
કિરીટના કૌવત ને ઇન્દિરાની સ્મિતમાં, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
શૈલાના શબ્દોની પ્રસન્નતા પામવામાં, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
મુકુન્દની  કળા અને અદાને બિરદાવવા, ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
ઉમાના જુસ્સા અને ગુસ્સાને નિહાળવા,ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
પ્રદીપની પ્રવીણતામા પ્રવક્તા બનવામાં,ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
રસેશ, તારી સુગઢ ,આવડતને પ્રજ્વાળીને,ચાલો મિત્રો, દશાબ્દી ઉજવીએ,
શુભેચ્છા સહ ,
રસેશ દલાલ્

કાન્તુબાને -દીપા અને રસેશ દલાલ્

Thursday, October 28th, 2010

બા, તું તો એંકજ છે,    પણ તારી યાદો અનેંક છે
બા, તું તો એંકજ છે,    પણ તારી વાતો અનેંક છે
 બા, તું તો એંકજ છે,    પણ તારો આરો અનેંક છે
 બા, તું તો એંકજ છે,    પણ તારો ગૌરવ અનેંક છે
 બા, તું તો એંકજ છે,    પણ તારા સાજ અનેંક છે
 બા, તું તો એંકજ છે,    પણ તારી સેવા અનેંક છે
 બા, તું તો એંકજ છે,    પણ તારો પ્રેમ અનેંક છે
 બા, તું તો એંકજ છે,    પણ તારી મમતા અનેંક છે
હા બા,
તું તો એંકજ છે,    પણ તારી યાદો અનેંક છે
 શુભેચ્છા સહ ,

જીંદગી જીવી જાણો

Monday, May 26th, 2008

rasesh.gif

-અજ્ઞાત

તમે યાદ આવ્યા !!!!!!!

Thursday, November 15th, 2007

પરોઢના પ્રકાશની નજાકત જોઈને તમે યાદ આવ્યા,
પ્રકાશના લાલ કીરણની ટશર જોઈને તમે યાદ આવ્યા,

કીરણના શેરમાંથી નીકળતી ધટમાળ જોઈને તમે યાદ આવ્યા,
શેરનાં સ્પન્દનો અને શબ્દોના ભાવ જોઈને તમે યાદ આવ્યા,

શબ્દોના સાથિયા અને સાથિયાના રંગ જોઈને તમે યાદ આવ્યા,
સાથિયાના ભાવ, ભાત અને ભપકો જોઈને તમે યાદ આવ્યા,

આવાજ શમણામાં એક શમણુ પુરુ થયુ અને તમે યાદ આવ્યા,
યાદમાં યાદ રહી ,ફરિયાદ રહી અને તમે યાદ આવ્યા,

ક્યાંથી હોય?

Sunday, October 7th, 2007

વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ , સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના , દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં , સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં , રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં , વિદ્યા ક્યાંથી હોય
ભોજન થયા ડાલડાનાં , તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં , સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો , દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના , ભગવાન ક્યાંથી હોય ?