લગ્ન એ

લગ્ન એ બે ફૂલ અને  એક સુગંધની વાત છે
લગ્ન એ બે નયન  અને  એક નજરની  વાત છે
 લગ્ન એ બે કર   અને  એક કારજની  વાત છે 
લગ્ન એ બે પગદંડી   અને  એક પથની  વાત છે 
લગ્ન એ બે નીંદર   અને  એક સપનાની  વાત છે 
લગ્ન એ બે સાધના અને  એક સિદ્ધિની   વાત છે
લગ્ન એ બે મન અને  એક વિચારની     વાત છે
લગ્ન એ બે પ્યાદા અને  એક રમતની   વાત છે
લગ્ન એ બે કંઠ અને  એક સૂરની   વાત છે
લગ્ન એ બે જીવ અને એક  જીવનની   વાત છે 
લગ્ન એ બે કલ્પના અને  એક કળાની   વાત છે
લગ્ન એ કવિ,કવિયેત્રી અને એક કવિતાની વાત છે

2 Responses to “લગ્ન એ”

  1. hemapatel says:

    લગ્ન એ બે ફૂલ અને એક સુગંધની વાત છે .
    લગ્ન એ બે મન અને એક વિચારની વાત છે .

    રશેસભાઈ, તમે આ કાવ્ય દ્વારા બહુજ સરસ અને સાચી વાત કરી છે.
    બે મન હોય પરંતુ બંન્નેના વિચારો જો એક સરખા હોય તો લગ્ન જીવન
    ફૂલોની જેમ મહેકી ઉઠે .

  2. anand vyas says:

    a beautiful picture of what a marriage could be, should be or ought to be. and surely tonight i m going to read this poem with my wife as we have tried to live the same in this 12 years of marrige but none could put the same in words so effectively like this. thanks

Leave a Reply