સંગીત એ જીવનનો ધબકાર છે
સંગીત એ સૂર ની સાધના છે
સંગીત એ ફૂલની નજાકત છે
સંગીત એ મનની કળા છે
સંગીત એ દિલના સ્પંદનો છે
સંગીત એ શમણા ની સરિતા છે
સંગીત એ ભાવનાનું મંદિર છે
સંગીત એ પ્રભુ સાથેની ભાષા છે
Archive for January, 2011
સંગીત
Monday, January 24th, 2011લગ્ન એ
Monday, January 24th, 2011લગ્ન એ બે ફૂલ અને એક સુગંધની વાત છે
લગ્ન એ બે નયન અને એક નજરની વાત છે
લગ્ન એ બે કર અને એક કારજની વાત છે
લગ્ન એ બે પગદંડી અને એક પથની વાત છે
લગ્ન એ બે નીંદર અને એક સપનાની વાત છે
લગ્ન એ બે સાધના અને એક સિદ્ધિની વાત છે
લગ્ન એ બે મન અને એક વિચારની વાત છે
લગ્ન એ બે પ્યાદા અને એક રમતની વાત છે
લગ્ન એ બે કંઠ અને એક સૂરની વાત છે
લગ્ન એ બે જીવ અને એક જીવનની વાત છે
લગ્ન એ બે કલ્પના અને એક કળાની વાત છે
લગ્ન એ કવિ,કવિયેત્રી અને એક કવિતાની વાત છે