પરોઢના પ્રકાશની નજાકત જોઈને તમે યાદ આવ્યા,
પ્રકાશના લાલ કીરણની ટશર જોઈને તમે યાદ આવ્યા,
કીરણના શેરમાંથી નીકળતી ધટમાળ જોઈને તમે યાદ આવ્યા,
શેરનાં સ્પન્દનો અને શબ્દોના ભાવ જોઈને તમે યાદ આવ્યા,
શબ્દોના સાથિયા અને સાથિયાના રંગ જોઈને તમે યાદ આવ્યા,
સાથિયાના ભાવ, ભાત અને ભપકો જોઈને તમે યાદ આવ્યા,
આવાજ શમણામાં એક શમણુ પુરુ થયુ અને તમે યાદ આવ્યા,
યાદમાં યાદ રહી ,ફરિયાદ રહી અને તમે યાદ આવ્યા,